ગુજરાતમાં વરસાદને લઈ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ ચાલુ થશે.
રાજ્યમાં છેલ્લા ત્રણેક દિવસથી વરસાદી માહોલ જામી રહ્યો છે. રાજ્યના અમુક વિસ્તારમાં ઝરમર તો ક્યાંક 4 ઈંચ સુધીના વરસાદ નોંધાઈ રહ્યા છે. આવામાં હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી સામે આવી છે.
તેમના જણાવ્યા અનુસાર, હવે પછીની વરસાદી સિસ્ટમ ખૂબ જ મજબૂત હશે અને અમુક જગ્યાએ તો 10 ઈંચ કે તેથી વધુ પણ વરસાદ પડી શકે છે.
23 અને 24 તારીખ દરમિયાન રાજ્યમાં છૂટાછવાયા હળવા સામાન્ય ઝાપટા પડવાની શક્યતા છે. ત્યાર બાદ 25 તારીખથી વરસાદનો એક નવો રાઉન્ડ ચાલુ થવા જઈ રહ્યો છે. જે વરસાદનો રાઉન્ડ 31 તારીખ સુધી ચાલશે.
બંગાળની ખાડીની સિસ્ટમ આગળ વધશે ત્યારે સૌપ્રથમ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે. તે મધ્યપ્રદેશ સુધી પહોંચતા વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થઈ જશે. જ્યારે ગુજરાતમાંથી પસાર થાય ત્યારે મજબૂત વેલમાર્ક લો પ્રેશર અથવા ડિપ્રેશનની કેટેગરીમાં પસાર થાય તેવી શક્યતાઓ છે.

